વિચાર વૈભવ…
વિચાર વૈભવ…
‘આ શું ?’
‘કેમ, શું થયું ?’
‘યુદ્ધના મેદાન પર મચ્છરદાની ?’
‘હા ’
‘પાગલ થઈ ગયો છે ?’
‘ના ’
‘તો ?’
‘સમજીને લાવ્યો છું ’
‘શું ? ’
‘આ જ કે મચ્છરદાનીમાં મચ્છર નથી ઘૂસી શકતો એ મચ્છરદાનીમાં દુશ્મનની ગોળી ક્યાંથી ઘૂસસવાની ?’
ટ્રેન મુસાફરીમાં કામ લાગતી ટિકિટ
પ્લેન મુસાફરીમાં કામ નથી લાગતી.
આંખમાં કામ લાગતો સુરમો
કાનમાં ઉપયોગ નથી જ બનતો.
સ્ટીમરના ક્પતાનને પ્લેનનો પાયલોટ
બનાવવામાં નથી જ આવતો.
સફળતા માટે તાકાતપ્રદ પુરવાર થતી
બુદ્ધિ જીવનની સાર્થકતામાં કામ નથી જ લાગતી.
સંદેશ સ્પષ્ટ જુઓ, સમય જુઓ,
સંયોગ જુઓ, સંબંધ જુઓ
અને વિવેકને હાજર રાખીને
વસ્તુઓનો સમ્યક્ ઉપયોગ કરતા ચાલો.
જે પરિણામ અનુભવવા મળહે એનાથી
તમે પ્રસન્નતાના આસમાનાનં વિહારવા લાગશો.
– આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ