પંદર જ મિનિટ – રઘુનાથજી નાયક

વિચાર વૈભવ
વિચાર વૈભવ

 
ઘણા લોકો બૂમો મારે છે કે, અમને સમય મળતો નથી. પણ મોટાં મોટાં કામ કરનારા અનેક માણસો તો નજીવા દેખાતાં કામો કરવાની ફુરસદ મેળવી શકે છે. જેઓ પોતાના કામની અને સમયની વિચારપૂર્વકની યોજના કરે છે. અને તે મુજબ ચાલવાની ટેવ પાડે છે, તેઓ ઘણી ઉપાધિમાંથી બચી જાય છે. 
પંદર મિનિટ જેટલા ટૂંકા સમયમાં માણસ શું શું કરી શકે તેના નમૂના આપણે જાઈએઃ 
૧પ મિનિટમાં-
સામાન્ય ઝડપે સવા કિલોમીટર ચાલી શકાય; સાઈકલ  ઉપર ૩ કિલોમીટરનું અંતર કાપી શકાય. 
સામાન્ય પુસ્તકનાં પાંચ પાનાં વાંચી શકાય. 
શરીરને તંદુરસ્ત રાખવા આસનો કે વ્યાયામ કરી શકાય. 
મનને સ્વસ્થ રાખવા માટે પ્રાર્થના, ધ્યાન કે ચિંતન કરી શકાય. 
ઘરના બે- ત્રણ ઓરડાની સફાઈ કરી શકાય. 
પોતાનાં કપડાં ધોઈ શકાય. 
ઘરનાં શાકભાજી સુધારી આપી શકાય. 
અક્ષર સુધારવા તથા વિચાર Âસ્થર કરવા ડાયરી લખી શકાય. 
ટપાલના બે નાના પત્રો સારી રીતે લખીને ફરી વાંચી જઈ શકાય. 
ધ્યાનમાં એ રાખવાનું છે કે ૧પ મિનિટનો જેમ સારો ઉપયોગ થઈ શકે છે. તેમ એનો દુરપયોગ પણ થઈ શકે છે. કેટલાક ફરિયાદ કરે છે કે, અમને ફરવા જવાનો સમય નથી મળતો, નિરાંતે જમવાનો સમય નથી મળતો, ટપાલ લખવાનો  સમય નથી મળતો. પરંતુ એમના અમૂલ્ય સમયની ચોરી અવ્યવસ્થા અને અવિચાર દ્વારા કેવી રીતે થાય છે તેટલું તપાસવાનો પંદર જ મિનિટનો સમય તો તેમણે પ્રથમ કાઢવો જ જાઈએ. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.