કાંકરેજના કંબોઇ ગામે વારંવાર રેલવે ફાટક બંધ રહેતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠયા

કાંકરેજના કંબોઇ ગામે વારંવાર રેલવે ફાટક બંધ રહેતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠયા

કાંકરેજના તાલુકાના કંબોઇ ગામેથી પાટણ ભીલડી રેલવે લાઈન પસાર થાય છે. અને અહીં પાટણથી ભીલડી અને ભીલડીથી પાટણ તરફ અસંખ્ય પેસેન્જર અને માલવાહક ટ્રેન પસાર થાય છે આથી કંબોઇ રેલવે ફાટક વારંવાર બંધ થતા ટ્રાફિકજામના દ્રશ્યો સામાન્ય બની ગયા છે. કંબોઇથી કસરા તરફ જતા હાઇવે પર વાહનોની વિશેષ અવરજ્વર રહે છે બીજી તરફ દુદાસણ તરફથી રેતી ભરી આવતા ડમ્પરોની પણ લાઈનો થાય છે આથી જ્યારે રેલવે ફાટક બંધ હોય ત્યારે વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે. તેમાં ટાઈમ પણ વેડફાતો હોય છે અને કોઈ ઇમરજન્સી હોય ત્યારે ખુબજ મુશ્કેલી વેઠાવી પડે છે. આથી આ રેલવે ફાટક પર ઓવરબ્રિજ કે અન્ડર પાસ બનાવવા વાહન ચાલકોએ માંગ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *