વાવ-થરાદને જિલ્લાના સમર્થન એક જ દિવસમાં 10 હજારથી વધુ અરજીઓ અપાઈ

વાવ-થરાદને જિલ્લાના સમર્થન એક જ દિવસમાં 10 હજારથી વધુ અરજીઓ અપાઈ

થરાદ પ્રાંત કચેરી ખાતે વાવ-થરાદને જિલ્લાના સમર્થન સાથે આજે એક જ દિવસમાં સામાજિક કાર્યકરો, આગેવાનો અને વેપારીઓ-ખેડૂતો દ્વારા 10 હજારથી વધુ અરજીઓ અપાઈ છે. આ અભૂતપૂર્વ જનસમર્થન દર્શાવતી ઘટનામાં વિવિધ સમાજના આગેવાનો, વેપારીઓ, ખેડૂતો, સામાજિક કાર્યકરો અને ગ્રામજનોએ ભાગ લીધો હતો.

થરાદ મહામંડળના વેપારીઓથી માંડીને વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો સુધી, દરેક વર્ગના લોકોએ આ માંગને સમર્થન આપ્યું હતું. “વાવ થરાદ અમારો જિલ્લો”ના નારા સાથે હજારોની સંખ્યામાં લોકો પ્રાંત કચેરી ખાતે એકત્રિત થયા હતા અને વાવ, સુઈગામ તથા થરાદ વિસ્તારના રહેવાસીઓએ પણ આ માગને મજબૂત ટેકો આપ્યો હતો. શ્રી રામ સેવા સમિતિ સહિતની વિવિધ સામાજિક સંસ્થાઓ અને સંગઠનોએ પણ આ માગને સમર્થન આપ્યું છે. આ જનસમર્થન દર્શાવે છે કે વાવ-થરાદને અલગ જિલ્લો બનાવવાની માંગ લોકોની લાગણી અને આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *