છેલ્લા કેટલાય સમય થી ઇન્સ્ટાગ્રામ પર જીનલ આહીર રાણી નામની આઇ.ડી બનાવી ડી.પી.પર આઇ.પી.એસ પૂજા યાદવનો ફોટો રાખી પોલીસ ને બદનામ કરતા દારૂ જુગારના વિડીયો મુકતા યુવક વિરુદ્ધ વાવ થરાદ આગથળા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જે બાબતે તપાસ ચાલુ હતી. તેવામાં ગત રોજ વાવ પોલીસે ગોવિદ રાઠોડ નામ ના યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ કાર્ય માં સામેલ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ બાબતે પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. જોકે લોક મુખે ચર્ચાતી વાતો મુજબ આ યુવક દિયોદર પંથકનો પોલીસ કર્મીનો પુત્ર હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. વધુ ચોંકાવનારી વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવી શકે છે.

- March 29, 2025
0
85
Less than a minute
You can share this post!
editor