છેલ્લા એક માસ થી વાવ શહેર માં તોફાની કપિરાજ 11 લોકો ને ઘાયલ કરી ગ્રામજનો ની ઉંઘ હરામ કરી દીધી હતી.જે બાબતે વન વિભાગની 3 બાહોશ મહિલા ફોરેસ્ટરે સતત ત્રણ દિવસ સુધી વાવ શહેરના વિવિધ વિસ્તારોમાં રાત દિવસ ભૂખ્યા તરસે રોકાઈ રેસ્ક્યુ કરી ગત રોજ વહેલી સવારે વાવ શહેરના મહેતા વાસ વિસ્તાર માં વહેલી સવારે રેસ્કયુ કરી ત્રણ તોફાની કપિરાજ ને એરગન થી બે ભાન કરી પીંજરે પુરી લીધા હતા. જેથી કરીને ગ્રામજનો અને વન વિભાગની ટીમે હાશકરો અનુભવ્યો હતો.
જો કે વન વિભાગની મહિલા ફોરેસ્ટ ટીમે લોકો ને અપીલ કરી હતી.કે લોકો વાનર ના સમ્પર્ક થી દુર રહે જેથી કરી તેઓ ખોરાકની શોધમાં શહેર છોડી જંગલ વિસ્તારમાં રહેવાનું વધુ પસંદ કરે જેથી કરી લોકો ને કરડવાના કિસ્સા વધુ પ્રકાશમાં ન આવે જોકે ફોરેસ્ટ વિભાગની ત્રણ બાહોશ મહિલાની સરાહનીય કામગીરી ને લોકો એ બિરદાવી હતી.