પાટણ શહેરમાં ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ દર્શાવેલા શૌર્ય અને પરાક્રમને બિરદાવવા માટે વિવિધ સંસ્થાઓ અને એનજીઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર મારફત પાકિસ્તાનને જવાબ આપ્યો હતો.
તિરંગા યાત્રાની શરૂઆત એમએન હાઈસ્કૂલથી થઈ. યાત્રામાં પોલીસ વિભાગના ઘોડેસવારો, ડીજે બેન્ડ જોડાયા હતા.લોકોએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારા લગાવ્યા. યાત્રા રતનપોળ, ત્રણ દરવાજા, મેન બજાર, હિંગળાચાચર અને બગવાડા થઈને રેલવે સ્ટેશન ખાતે સંપન્ન થઈ.યાત્રામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, પાટણ સાંસદ ભરત ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ સહિત અનેક નેતાઓ જોડાયા. શહેર પ્રમુખ હર્ષ પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હિનાબેન શાહ અને કારોબારી ચેરમેન મુકેશ પટેલ પાટણ જિલ્લા પોલીસ વડા વી કે નાઈ પણ ઉપસ્થિત રહ્યા.
