વડગામ તાલુકામાં શનિવાર ની મોડી રાત્રે મેઘરાજા એ ધમાકેદાર બેટિંગ કરતા સાત કલાક માં ૨૨૪ મિમી વરસાદ ખાબકતા છાપી સહિત સમગ્ર વડગામ તાલુકો બેટમાં ફેરવાયો હતો. છાપી હાઇવે ઉપર કેડ સમા પાણી ભરાતા દશ કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ થતા લોકો પરેશાન થયા હતા.
વડગામ તાલુકા માં શનિવારે શ્રાવણ માસની શરૂઆતમાં રાત્રે એકના ટકોરે મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરતા રવિવાર સવારે આઠ વાગ્યા સુધીમાં નવ ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર પંથક પાણી માં ગરકાવ થયો હતો. છાપી થી છાપી હાઇવે નો સંપર્ક પણ તૂટી ગયો હતો. જ્યારે વિરમાયા નગર, હાઇવે ની સોસાયટીઓ પાણી માં ગરકાવ થઈ ગઈ હતી. અને સમગ્ર વિસ્તાર સંપર્ક વિહોણો બની ગયો હતો. તમામ ખેતરો પણ પાણી થી તરબોળ થઈ ગયા હતા.
ધોધમાર વરસાદ ને કારણે દુકાનો તેમજ ઘરો માં પાણી ખુસતા ભારે નુકશાન થયા નું લોકો એ જણાવ્યું હતું. મેઘતાંડવઃ ના કારણે કોટડી નો વ્હોલો બન્ને કાંઠે વહેતો થયો હતો જ્યારે પંથક ના તમામ તળાવો પણ ઓવરફ્લો થતા જગતનો તાતના મુખ પર સ્મિત સાથે ચોમાસુ સિઝન નિષફલ જતા નુકશાન થયા નું જણાવ્યું હતું. વડગામ તાલુકામાં શ્રાવણની શરૂઆતમાં ભારે વરસાદના કારણે જનજીવન ઉપર માઠી અસર જોવા મળી હતી. જોકે ત્રણ ચાર દિવસ થી ભારે ઉકળાટ માં લોકો ને રાહત મળી હતી.
અંડરપાસ માં બસ અને કાર ફસાઈ; છાપી નજીક આવેલ ધારેવાડા રેલવે અંડરપાસ માં પાણી ભરાતા એક લકઝરી બસ તેમજ કાર વચ્ચોવચ્ચ ફસાતા સ્થાનિક યુવકો એ રેસ્ક્યુ કરી બહાર કાઢી અનેક લોકો નો જીવ બચાવ્યો હતો. દરમિયાન પસવાદલ, કોટડી, મજાદર તેમજ છાપી રેલવે અંડરપાસ પાણી મા ગરકાવ થઈ જતા માર્ગ બંધ કરવો પડ્યો હતો.
વિરમાયાનગર બેટ માં ફેરવાયું; છાપી તેમજ હાઇવે વચ્ચે આવેલ વિરમાયાનગર પાસે થી પસાર થતા કુદરતી પાણી ના વ્હેણ ને મેટ્રો કોમલેક્સ ના માલિકે બંધ કરી પાઈપો નાખતા પાણી નો પ્રવાહ અવરોધતા વિરમાયાનગર, પ્રાથમિક શાળા પાણી મા ગરકાવ થઈ જતા લોકો મુશ્કેલી માં મુકાયા હતા. જ્યારે પાણી નો પ્રવાહ રોકાતા હાઇવે તેમજ છાપી ગામનો સંપર્ક તૂટી ગયો હતો.
દીવાલ ધરાસાઈ થતા રીક્ષાનો કચ્ચર ઘણ વળ્યો; ભારે વરસાદ ના કારણે પીરોજપુરા ગામે આવેલ રોહિત વાસ માં એક દીવાલ ધરાસાઈ થતા ઓટો રીક્ષા ઉપર પડતા રીક્ષા નો કચ્ચરઘાણ વળી ગયો હતો જેના કારણે ઓટો રીક્ષા માલિક ને નુક્શાન થયું હતું.
કોટડીનો વહોળો બન્ને કાંઠે; વડગામ તેમજ ઉપરવાસ માં ભારે વરસાદ ના કારણે બાવલચુડી થી પસાર થતો કોટડી નો વ્હોલો વર્ષ ૨૦૧૭ બાદ બન્ને કાંઠે આવતા લોકો જોવા ટોળે વળ્યાં હતા વ્હોળો બન્ને કાંઠે વહેતા પાણી ન તલ ઉંચા આવશે
ઐતિહાસિક બલાસર તળાવ વર્ષો બાદ ભરાયું; વડગામ તાલુકા માં નવ ઇંચ વરસાદ ખાબકતા તાલુકા ના ફતેગઢ ગામે ૪૬ એકર માં ફેલાયેલ ઐતિહાસિક બલાસર તળાવ પણ ઓવરફ્લો થતા તળાવ નું પાણી આસપાસ ના ખેતરો માં ફરી વળ્યાં હતા. જ્યારે છાપી, મજાદર, ભરકાવાડા, માહી,મેતા સહિતના તમામ ગામો ના તળાવો પણ ઓવરફ્લો થતા લોકો માં ખુશી વ્યાપી ગઈ હતી.


