મહેસાણામાં વિદ્યાર્થીને માર મારવાના બનાવમાં ઉત્કર્ષ સ્કૂલના શિક્ષકને આખરે સસ્પેન્ડ કરાયા

મહેસાણામાં વિદ્યાર્થીને માર મારવાના બનાવમાં ઉત્કર્ષ સ્કૂલના શિક્ષકને આખરે સસ્પેન્ડ કરાયા

મહેસાણાના નજીક આવેલા મોટીદાઉ ગામની ઉત્કર્ષ સ્કૂલમાં ગતરોજ એક વિદ્યાર્થીને સ્કૂલના શિક્ષક દ્વારા માર મારવાનો બનાવ સામે આવ્યો હતો જેમા ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્કૂલના શિક્ષક નિલ પટેલ દ્વારા સોટીથી મારવામાં આવતા  વિદ્યાર્થીને શારીરિક ઇજાઓ થઈ હતી. માર મારવામાં આવતા વિદ્યાર્થીએ પોતાના પરિવારને જાણ કરી હતી અને તેમાં ગંભીર ઇજા થતાં વિદ્યાર્થીના પિતા પોતામાં દીકરાને સારવાર માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જે બાબતે વિદ્યાર્થીના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ઉત્કર્ષ સ્કૂલના ક્રૂર શિક્ષક નિલ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરતા શિક્ષકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર બનાવને પગલે જાણવા મળેલી હકીકત મુજબ ટેસ્ટ પરીક્ષા પછી વર્ગમાં વિદ્યાર્થીઓ એકબીજા સાથે મજાક મસ્તી કરતાં હતા જેને લઈને ઉશ્કેરાયેલા શિક્ષક નિલ પટેલે દ્વારા મસ્તી કરતા વિદ્યાર્થીઓને વારા ફરથી ઇભા રાખીને સોટી વડે માર મારતા સમગ્ર મામલો બીચકયો હતો.

મહેસાણા નજીક મોટીદાઉ ખાતે આવેલી ઉત્કર્ષ સ્કૂલના ધોરણ-8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે  દીકરાની શાળામાં ટેસ્ટ લેવામાં આવ્યો હતો. ટેસ્ટ બાદ વિદ્યાર્થીઓ એકબીજા સાથે મજાક મસ્તી કરી રહ્યા હતા, તેવામાં સ્કૂલના શિક્ષક નિલ પટેલ મસ્તી મજાકની વાતો સાંભળી જતા વિદ્યાર્થી સ્કૂલમાં ગયો એ દરમિયાન વિદ્યાર્થીઓને ઉભા રાખ્યા હતા. અને ત્યાર બાદ જ્યારે સ્કૂલ છૂટ્યા પછી વિદ્યાર્થીઓને બોલાવી સોટી વડે સાથળના ભાગે માર માર્યો હતો. વિદ્યાર્થીને ધમકાવી શિક્ષક નિલ પટેલે સોટી મારી સ્કૂલમાં બેસાડ્યો હતો.

ત્યાર બાદ સ્કૂલ છૂટી એ દરમિયાન શિક્ષકે ફરી વિદ્યાર્થીને સાથળના ભાગે સોટી મારતા તેણે ઇજા થઇ હતી. સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીએ ઘરે જઇ  માતા પિતાને જાણ કરી હતી. જ્યાર બાદ ઢોર માર મારવાને કારણે દુખાવો થતા વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે શિક્ષક દ્વારા કરવામાં આવેલી ક્રૂર સજાને ગંભીરતાથી લાઈને ઉત્કર્ષ સ્કૂલના સંચાલકોએ શિક્ષક નિલ પટેલને સ્કૂલ માંથી સસ્પેન્ડ કરી દીધા હતા. સરકારી નિર્દેશ મુજબ વિદ્યાર્થીને મારી શકાય નહીં અને વિદ્યાર્થીને માર મારવો એ શિક્ષકની યોગ્યતા ન કહેવાય.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *