હરિયાણાના રોહતક જિલ્લાના સાંપલા શહેરમાં એક મહિલા કોંગ્રેસ કાર્યકરનો મૃતદેહ સુટકેસમાંથી મળી આવ્યો હતો. આ લાશ કોંગ્રેસ મહિલા કાર્યકર હિમાની નરવાલની હોવાનું જાણવા મળ્યું હતું, જે કોંગ્રેસના સક્રિય સભ્ય હતા. તેણીએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત, તે અગાઉ પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને દીપેન્દ્ર સિંહ હુડ્ડા ના ચૂંટણી પ્રચારમાં પણ સક્રિય રહી ચૂકી છે. હવે હિમાની નરવાલની માતાએ મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે ચૂંટણી અને પાર્ટીએ તેમની પુત્રીનો જીવ લઈ લીધો. તેમનું કહેવું છે કે પાર્ટીમાંથી કોઈએ હજુ સુધી કોઈ માહિતી માંગી નથી
દરમિયાન, કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું, “આ ઘટનાએ માત્ર હરિયાણામાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લોકોને આઘાત પહોંચાડ્યો છે. ફરી એકવાર હરિયાણામાંથી કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતાનું ઉદાહરણ સામે આવ્યું છે. અમે માંગ કરીએ છીએ કે તાત્કાલિક SIT ની રચના કરવામાં આવે અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે. ગુનેગારોને પકડવામાં આવે અને મૃતકના પરિવારને ન્યાય મળે. અમે ન્યાય માટે દરેક શક્ય લડાઈ લડીશું. જ્યાં સુધી મૃતકના પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી અમે અમારો અવાજ ઉઠાવતા રહીશું. કોઈ પણ ગુનેગારને બક્ષવામાં ન આવે.