તમામ ઉમેદવારોએ નવેસરથી નોંધણી કરાવવાની રહેશે ; યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એ ગઈકાલે ઓનલાઈન અરજી પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાના ઉદ્દેશ્યથી એક નવું ઓનલાઈન અરજી પોર્ટલ શરૂ કર્યું છે. કમિશને એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે હવેથી તમામ ઉમેદવારોએ upsconline.nic.in પર જઈને નવેસરથી નોંધણી કરાવવી પડશે અને તેમના દસ્તાવેજો અપલોડ કરવા પડશે.UPSC એ એ પણ સ્પષ્ટતા કરી છે કે જૂનું વન ટાઈમ રજીસ્ટ્રેશન મોડ્યુલ હવે માન્ય રહેશે નહીં. એટલે કે, જે ઉમેદવારો પહેલાથી જ નોંધણી કરાવી ચૂકયા છે તેમને પણ નવા પોર્ટલ પર નોંધણી કરાવવાની જરૂર પડશે.UPSC એ સ્પષ્ટતા કરી છે કે CDS પરીક્ષા-II ૨૦૨૫ અને NDA અને NA-II પરીક્ષા ૨૦૨૫ માટે અરજીઓ ફક્ત આ નવા પોર્ટલ દ્વારા જ સ્વીકારવામાં આવશે. તેથી, હવેથી બધા ઉમેદવારો માટે નવા પોર્ટલનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે.
- May 29, 2025
0
466
Less than a minute
You can share this post!
editor

