થરાદ તાલુકાના લોઢનોર ગામના સગર્ભા વર્ષાબેન મુકેશભાઈ ઠાકોર (ઉ.વ.28) ને પરિવારજનો ગુરૂવારે થરાદની ક્રિષ્ના હોસ્પિટલમાં પ્રસૂતિ માટે લઇ આવ્યા હતા. જ્યાં ડો.મેહુલ નાયકે તપાસ કરતા મહિલાના પેટમાં રહેલ બાળક મૃત હાલતમાં હોવાથી તેના પરિવારજનોને જાણ કરી હતી. સગર્ભા મહિલાનું 15 કલાકની સારવાર દરમિયાન શુક્રવારે સાંજે 3 વાગે મોત થયું હતુ.”
“પરિવારજનોએ હોસ્પિટલ સંચાલન અને તબીબો પર બેદરકારીનો આરોપ મૂક્યો છે. તેમના જણાવ્યા અનુસાર, માતાને સમયસર યોગ્ય સારવાર ન અપાતા માતા અને બાળકી બંનેએ જીવ ગુમાવ્યો છે. જ્યાં મૃતકના પરિવારનોએ તબીબની બેદરકારીને કારણે મહિલાનું મોત થયું હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં એકત્ર થઇ હોબાળો મચાવ્યો હતો અને તબીબ વિરુદ્ધ ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી લાશનો કબજો નહિ લઈએ તેવી માંગ કરતાં ભારે ઉત્તેજના પ્રસરી ગઇ હતી. દરમિયાન પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરતાં મામલો થાળે પાડ્યો હતો.
“મહિલાનું નિધન હાર્ટ એટેકથી થયું છે : ડૉક્ટર
ડોક્ટર મેહુલ નાયકે જણાવ્યું હતું કે, વર્ષાબેન ઠાકોરના પેટમાં મૃત બાળક હતું. પરિવારજનોને જાણ કરી ઓપરેશન કરી બાળકને લેવાની વાત કરી હતી. જોકે, સગાઓએ નોર્મલ ડિલિવરી કરી બાળક લેવાની વાત કરતા વર્ષોના અનુભવ પ્રમાણે મૃત બાળક નોર્મલ ડિલિવરીથી પણ લઈ શકાય હોઇ એટલે દવા મૂકીને નોર્મલ ડિલિવરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બપોરના ત્રણ વાગ્યાના આસપાસના હાર્ટ એટેકથી દર્દી બેભાન થઇ ગયું હતુ. આઇસીયુમાં તેમનું નિધન થયું હતુ.”
“હોસ્પિટલના ડૉ. મેહુલ નાયકે જણાવ્યા મુજબ, પરિવારની સંમતિથી મૃત બાળકની નોર્મલ ડિલિવરી કરાવવાનો નિર્ણય લેવાયો હતો. દવાઓની મદદથી આવી ડિલિવરી શક્ય હતી. બપોરે 3 વાગ્યાની આસપાસ વર્ષાબેન અચાનક બેભાન થઈ ગયા હતા. તપાસમાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું સામે આવ્યું હતું.”ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ બહાર એકત્ર થયા હતા અને જવાબદાર સામે પગલાંની માંગ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સમાજમાં આ ઘટના અંગે રોષ ફેલાયો છે અને લોકો તાત્કાલિક તપાસની માંગ કરી રહ્યા છે.”

