દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક એયોલની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે યૂન દક્ષિણ કોરિયામાં મહાભિયોગનો સામનો કરી રહ્યા હતા અને તેમના પર ધરપકડની તલવાર લટકી રહી હતી. દક્ષિણ કોરિયાના સત્તાવાળાઓએ 3 ડિસેમ્બરે માર્શલ લોની ઘોષણા સંબંધિત મામલાઓમાં આ કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે ત્રણ હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને ભ્રષ્ટાચાર વિરોધી તપાસકર્તાઓ યેઓલના ઘરે પહોંચ્યા હતા, જ્યાં યૂનના સમર્થકો અને સત્તાધારી પીપલ્સ પાવર પાર્ટીના સભ્યોની સુરક્ષા દળો સાથે અથડામણ થઈ હતી. આ દરમિયાન અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ તમામ અવરોધો વચ્ચે, યુન સુક યેઓલની હવે ધરપકડ કરવામાં આવી છે.