હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે. આ અંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી જીતુ વાઘાણીને લેખિત રજૂઆત કરી છે. રજૂઆત મુજબ, સતત વરસાદને કારણે હિંમતનગર તાલુકા અને સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં મગફળી, કપાસ અને ડાંગર જેવા તૈયાર પાકોને વ્યાપક નુકસાન થયું છે. આનાથી ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે.ધારાસભ્યએ તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા અનુરોધ કર્યો છે.

