ગરમીના માહોલ વચ્ચે કમોસમી વરસાદની આગાહી આજ થી 27 મે સુધી વરસાદની શક્યતા

ગરમીના માહોલ વચ્ચે કમોસમી વરસાદની આગાહી આજ થી 27 મે સુધી વરસાદની શક્યતા

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાતા કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે, ચોમાસાના આગમન પૂર્વે ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે મે મહિનાની શરૂઆત માં  વાતાવરણ માં આવેલા પલટા વચ્ચે કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો. જેના  કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો ઉચકાયો છે, જેમાં ફરી એકવાર તાપમાન નો પારો ૪૦ ડિગ્રી ઉપર પહોંચતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. હવામાન નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં બનાસકાંઠા જિલ્લામાં પ્રિમોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે જેના કારણે અનેક વિસ્તારોમાં છુટોછવાયા વરસાદી ઝાપટાઓ ઓ પડવાની પણ શક્યતાઓ દર્શાવી છે. તેના કારણે ગરમીથી લોકોને આંશિક રાહત મળવાના સમાચાર રહેલા છે. આ ઉપરાંત અરબી સમુદ્ર માં સિસ્ટમ સક્રિય થતા આગામી સમયમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

રાજ્ય પર એક સાથે બે સિસ્ટમની અસર ને લઇ અનેક ભાગો વરસાદની શરૂઆત; ગુજરાત રાજ્ય પર એક સાથે બે સિસ્ટમ ની અસર જોવા મળી રહી છે. જેમાં અરબી સમુદ્ર માં અને રાજસ્થાન ના ભાગ સિસ્ટમો સક્રિય થતા આગામી સમય માં ગુજરાત ના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતાઓ રહેલી છે જેની અસર હેઠળ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત ના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ ની શરૂઆત થઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આગામી સમય માં તેની અસર વર્તાઈ શકે છે.

કમોસમી વરસાદની આગાહીના પગલે અનાજના રક્ષણ માટે તકેદારીના પગલાં લેવા સૂચન; હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત થયેલ આગાહી મુજબ તા. ૨૨/૦૫/૨૦૨૫ થી તા. ૨૭/૦૫/૨૦૨૫ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. બનાસકાંઠા જિલ્લામાં માવઠાની સંભાવનાઓને ધ્યાનમાં રાખી અસરગ્રસ્ત વિસ્તારોમાં અનાજને વરસાદથી બચાવવા માટે તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે.

ડીસામાં બુધવાર ના રોજ નોંધાયેલ  હવામાન

મહત્તમ તાપમાન ૪૦.૩ ડીગ્રી

લઘુતમ તાપમાન ૨૯.૦ ડીગ્રી

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૨ ટકા

પવનની ગતિ પ્રતિ કલાક ૯ કીમી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *