પવન ફૂંકાતાં જ વીજપુરવઠો ખોરવાયો; હવમાન વિભાગની આગાહીને લઇ હાલમાં રાજસ્થાન અને ગુજરાતના રાજ્યમાં ઘણી જગ્યાએ કમોસમી વરસાદ જોવાં મળી રહ્યો ચે દિવસભર બાદ સમી સાંજે ઠંડો પવન ચાલુ થઈ જાય છે અને મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડાં સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા છે ત્યારે બે દિવસથી અમીરગઢ પંથકમાં મોડી રાત્રે વાવાઝોડુ શરૂ થતાની સાથે જ વીજ પુરવઠો ખોવાઇ જાય છે. અને કલાકો બાદ વીજ પુરવઠો ચાલુ થાય છે ત્યારે એકબાજુ વાવઝોડુ વંટોળ વરસાદ અને બીજી બાજુ વીજ પુરવઠો ખોરવાતા લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.
વાવાઝોડાં અને ઝડપથી ફૂંકાતા પવનથી લોકોને ગરમીથી આશિંકી રાહત તો અનુભવાઇ રહી છે તો બીજી બાજુ ખેડૂતોને રાઈ વરિયાળી જીરું બાજરી સહિતના પાકોને મોટા પાયે નુકશાન થઈ રહ્યું છે ગરમીમાં કેરીની સીઝન છે ત્યાં વાવઝોડાથી કેરીઓના ફાર્મ રાખનારને પણ કેરીઓ ખરી જવાથી મોટું નુકશાન વેઠવું પડી રહ્યું છે. લગ્ન લગ્ન સિઝનની મજા અને વેપારીઓને પણ આની માઠી અસર જોવા મળી રહી છે.