જિલ્લા પોલીસ વડા દ્રારા જિલ્લાના તમામ હાઈવે પર નાકાબંધી કરાવી પોલીસ ટીમોને તપાસમાં લગાવી
પાટણ જિલ્લા સહિત મહેસાણા- બનાસકાંઠા પોલીસ ને પણ લૂંટ ને પગલે એલટૅ કરાઈ; પાટણના હારીજ નજીક બાઈક સવાર અજાણ્યા શખ્સોએ આંગડિયા પેઢીના કર્મચારીને છરીની અણીએ રૂ. ૨૬ લાખની લૂંટ કરી ફરાર થયા હોવાની ઘટના મામલે પાટણ જિલ્લા પોલીસ વડા દ્રારા જિલ્લાના તમામ હાઈવે પર નાકાબંધી કરાવી એલસીબી, એસઓજી સહિત ની પોલીસ ટીમ ને કામે લગાડી છે. તો સાથે સાથે મહેસાણા- બનાસકાંઠા જિલ્લા પોલીસ ને પણ લૂટ મામલે એલટૅ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ લૂટના બનાવની મળતી હકીકત મુજબ ગતરોજ પાટણ જિલ્લાના હારીજ સમી હાઈવે ઉપર આવેલા કઠીવાડા નજીક મોડી સાંજે કેટલાક બાઇક સવારોએ છરીની અણીએ માગૅ પરથી પસાર થઇ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને છરીની અણીએ રૂ.૨૬ લાખ ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
તો આ લૂટના બનાવની જાણ પાટણ જિલ્લા પોલીસ વડા ને થતાં તેઓએ તાત્કાલિક એલસીબી અને એસ ઓજી ટીમ સાથે જિલ્લાની પોલીસ ને કામે લગાડી જિલ્લાના તમામ હાઈવે પર નાકાબંધી ગોઠવી લુટ ચલાવનાર શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ છે. સાથે સાથે મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાની પોલીસ ને પણ એલટૅ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લાના હારીજ હાઇવે ઉપર આવેલા કઠીવાડા નજીક સોમવારે સાંજે બાઈક ઉપર આવેલા લૂંટારાઓએ છરીની અણીએ એક આંગડિયા પેઢીના કર્મચારીને ડરાવીને તેની પાસેથી રૂ.૨૬ લાખ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હોવાની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે.