તા.૭ સપ્ટેમ્બર ૨૦૨૫ એક્સ્ટ્રા બસો દોડશે; અંબાજી ખાતે શ્રધ્ધાના મહાસાગર સ્વરૂપ સાત દિવસીય મહામેળો પ્રારંભ થયો છે. મહામેળામાં ભાવિક ભક્તોને અગવડ ન પડે તે માટે એસ.ટી તંત્ર દ્વારા માઈભક્તો માટે દરેક ડેપો દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ઉંઝા એસ.ટી ડેપો દ્વારા માઈભક્તો મા ના સાનિધ્યમાં પહોંચાડવાના સંકલ્પ સાથે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરશે. યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે ઉંઝા એસ.ટી ડેપો ખડેપગે રહેશે.
ઉંઝા એસ.ટી ડેપો દ્વારા આજથી બસોનું સંચાલન શરૂ થશે. તા.૨ થી તા.૭ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી કુલ ૬ દિવસ યાત્રાળુઓ માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે. હાલ ૧૦ બસોથી સંચાલન શરૂ કરવામાં આવશે. ભક્તોનો ઘસારો વધુ જોવા મળશે તો વધુ બસો દોડાવવા માટે ડેપો સજ્જ છે. ૬ દિવસીય મહામેળાના સંચાલનમાં અંદાજીત ૧૮ થી ૨૦ ટ્રીપો વાગશે અને માઈભક્તોની ભીડ વધુ હશે તો ટ્રીપોની સંખ્યામાં વધારો થશે. અંબાજીમાં શરૂ થયેલ શ્રધ્ધાના મહાસાગરને જોઈને એક્સ્ટ્રા બસ માટે ૧૭૦ રૂપિયા ભાડું રાખવામાં આવ્યું છે.

