ઊંઝા નગરમાં રખડતા ઢોરોના ત્રાસથી લોકો પરેશાન થઈ ગયા છે. આ સમસ્યાના નિવારણ માટે ઊંઝા નગરપાલિકાએ રખડતા ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરી છે. નગરપાલિકાએ આ કામગીરી માટે ટેન્ડર બહાર પાડ્યું છે અને તેનો અમલ શરૂ કરી દીધો છે. માત્ર એક સપ્તાહના ટૂંકા ગાળામાં નગરપાલિકાએ 250થી વધુ રખડતા ઢોરોને પકડવામાં સફળતા મેળવી છે. પકડાયેલા તમામ ઢોરોને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ અભિયાનમાં ઊંઝા પોલીસનો પણ સારો એવો સહકાર મળી રહ્યો છે. નગરપાલિકાના કોર્પોરેટરો પણ આ અભિયાનમાં સક્રિય રીતે જોડાયા છે. આ સંયુક્ત પ્રયાસોથી શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા ઘટાડવામાં મદદ મળશે અને નાગરિકોને રાહત મળશે.
- August 10, 2025
0
170
Less than a minute
You can share this post!
editor

