ઊંઝા તાલુકાના ખટાસણા રોડ પર આવેલી મે. દાદા ઈન્ડસ્ટ્રીઝના તમાકુના ગોડાઉનમાં આગ લાગી હતી. આગની જ્વાળાઓ આકાશને આંબતી જોવા મળી હતી. ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા. આગની જાણ થતાં મહેસાણા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટર્સે પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લીધી હતી. આગ પર નિયંત્રણ મેળવવા માટે જેસીબી મશીનની મદદથી ગોદામની દીવાલો તોડવી પડી હતી. ગોદામમાં રહેલો તમાકુનો મોટો જથ્થો અને અન્ય માલસામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. આગના કારણે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

- June 13, 2025
0
382
Less than a minute
You can share this post!
editor