કુલ 10૩0 કીટ તૈયાર કરી રવાના કરાશે; પૂર્વ ભારતના છતીશગઢ રાજ્યમાં ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર પુરગ્રસ્ત બન્યો છે જેને લઈ ઊંઝા એપીએમસી પુરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યું છે. ઊંઝા એપીએમસી દ્રારા 10 જીવન જરૂરિયાત આઇટમોની કુલ 10૩0 નંગ કીટ તૈયાર કરી રવાના કરવામાં આવનાર છે.
પૂર્વ ભારતના છતીસગઢ રાજ્યમાં થયેલ ભારેથી અતિભારે વરસાદના કારણે પૂરગ્રસ્ત થયેલ લોકોને જાન-માલનું મોટું નુકસાન થયેલ છે જેથીસરકારના સૂચન મુજબ બજાર સમિતિ, ઊંઝાના વહીવટદાર એસ.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ બજાર સમિતિ, ઊંઝાના ઇન્ચાર્જ સેક્રેટરી કુ. ભર્તિકાબેન પટેલ તથા સ્ટાફમિત્રોએ હાજર રહી તાત્કાલિક ધોરણે 19 આઈટમોની રૂ. 2100 ની અંદાજીત રકમની આશરે 10૩0 નંગ રાહત સામગ્રીની કીટો છતીસગઢ મોકલવા માટે તૈયાર કરાવવામાં આવી છે. ઉંઝા એપીએમસીના ઇન્ચાર્જ સેક્રેટરી કુ. ભર્તિકાબેન પટેલે જણાવ્યું હતું કે, છત્તીસગઢમાં અતિભારે વરસાદને કારણે પુરગ્રસ્ત માં થયેલ લોકોનું જાનમાલનું નુકસાન થયેલ છે. સરકારની સુચના અને બજાર સમિતિના વહીવટદાર એસ.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ બજાર સમિતિ સ્ટાફ સાથે તાત્કાલિક ધોરણે ૧૯ આઈટમોની અંદાજીત ૨૧૦૦ રૂપિયાની ૧૦૩૦ નંગ જેટલી કીટો તૈયાર કરી છત્તીસગઢ મોકલવાની તૈયારી કરી દેવાઈ છે.

