કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે વિજાપુરના પીલવાઈ ખાતે વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ

કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે વિજાપુરના પીલવાઈ ખાતે વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ખાતે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે શેઠ ગિરધરલાલ ચુનીલાલ હાઇસ્કુલ ટ્રસ્ટ, પીલવાઈ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીની સ્મૃતિમાં નવનિર્મિત સુંદરલાલ મંગળદાસ શાહ સાંસ્કૃતિક ભવન અને અનિલચંદ્ર ગોકળદાસ શાહ વિદ્યાભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાભવનના લોકાર્પણ બાદ કેન્દ્રીય મંત્રીએ નવનિર્મિત વિદ્યાભવનમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ સહિત વિવિધ વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.

આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ તેમના પરિવારનું ટ્રસ્ટ દ્વારા સાલ અને વિદ્યાભવનનું સ્મૃતિ ચિન્હ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતુ. વર્ષ ૧૯૨૭થી સંચાલિત આ શાળા વિશે વિગતો આપતા ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ગુણવત્તાસભર શિક્ષણ મેળવી સમાજના આદર્શ નાગરિક બને તે આ સંસ્થાની નેમ છે તેમજ વર્ષ ૨૦૨૬મા સંસ્થાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે તેમ જણાવ્યું હતું..

આ પ્રસંગે અમિતભાઈ શાહના પુત્ર અને આઈ.સી.સી.અધ્યક્ષ જય શાહ સહિત પરિવારના સભ્યો, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, અગ્રણી ગીરીશભાઈ રાજગોર, જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન, નિવાસી અધિક કલેકટર જે.કે. જેગોડા, ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *