પાટણ જિલ્લા શિક્ષણ ની કચેરી અને ઓએસીસ મૂવમેન્ટના સંયુક્ત ઉપક્રમેઆયોજન કરાયું
પાટણ જિલ્લા માટે “એક્ઝામ કી એસી કી તેસી” કાર્યક્રમ યોજાયો: પાટણ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને ઓએસીસ મુવમેન્ટના સંયુક્ત ઉપક્રમે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત “પરીક્ષા કી ઐસી કી તૈસી” અભિયાન વિષયક પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ ખાતે જિલ્લાના આશરે ૨૦ શિક્ષકોની એક દિવસીય તાલીમ યોજાઈ હતી. જેમાં જિલ્લાના દરેક તાલુકામાંથી બે શિક્ષકો અને આચાર્યોએ તાલીમ લીધી હતી.
‘એક્ઝામ કી ઐસી કી તૈસી’ અભિયાન પાટણની વિવિધ શાળાઓમાં સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ ધોરણ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષા અંગેનો ભય દૂર કરીને તેમના માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરુ પાડવાનો હતો. આ અભિયાન અંતર્ગત,પાટણની શેઠ એમ.એન.હાઈસ્કૂલના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર,કાંસા હાઇસ્કૂલના મદદનીશ શિક્ષક ડૉ.રાજ મહારાજા અને પાટણની પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. સોઢા ની ત્રિપુટીએ શહેરની એમ.એન. હાઈસ્કૂલ, બી.એમ.હાઈસ્કૂલ,વી.કે. ભુલા હાઈસ્કૂલ,કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલ અને પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ના કુલ ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.