કેચ ધ રેઇન અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ માટે ગામમાં ૮૦ વિધા જમીનમાં તળાવ થકી ૧૦૦% પાણી સંગ્રહ 

કેચ ધ રેઇન અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ માટે ગામમાં ૮૦ વિધા જમીનમાં તળાવ થકી ૧૦૦% પાણી સંગ્રહ 

સાબરકાંઠાના ઇડર તાલુકાના જુમસર ગામ સમરસ ગ્રામ પંચાયત, વિકાસ નું ઉત્તમ ઉદાહરણ; સાબરકાંઠા જિલ્લાના ઇડરનું જૂમસર ગામ એટલે સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. સ્થાનિક સ્વરાજના એકમ તરીકે ગ્રામ પંચાયત પાયાનું મહત્વ ધરાવે છે. જેના વિકાસ માટે રાજ્ય સરકાર દ્રારા સમરસ પંચાયત બને તો વિકાસ કામો માટે ખાસ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓના ઉજ્જ્વળ ભવિષ્ય માટે ગામનાં દાતાઓ, પંચાયત અને સાંસદની ગ્રાન્ટમાંથી લાઇબ્રેરી હોલ, સારા સ્વાસ્થ્ય માટે ખુલ્લા મેદાનમાં આઉટડોર જીમના સાધનો મુકાયા છે જેના થકી બાળકો અને યુવાનોમાં સ્વાસ્થ્ય માટેની જાગૃતતાં આવે. ગામમાં એક વિશાળ મેદાન વાળી પ્રાથમિક શાળા જેમા બાળકોને પાયારૂપ સારુ શિક્ષણ મળે તે માટે તમામ ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ  છે. દર વર્ષે ગામમાં સામુહિક મેળાવડાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગામના સર્વ ધર્મના લોકો એક રસોડે ભોજન લે છે.

સરપંચ જણાવે છે કે, ગામના તળાવના કિનારે બ્યુટીફિકેશન માટે સરકાર તરફથી 3 લાખની ગ્રાન્ટ પંચાયત દ્વારા મંજૂર કરવામાં આવી છે. ગામમાં સ્વચ્છતા માટે ડોર ટુ ડોર ઘન કચરો એકઠો કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે. ગામની તમામ ફળીયાઓમાં સીસીટીવી કેમેરા અને સ્પીકર લગાવવામાં આવ્યા છે. સ્પીકર દ્વારા ગ્રામજનોને નાના મોટા પ્રશ્નો અને જાહેરાત જણાવવામાં આવે છે. ગામમાં ૧૦૦ ટકા શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. ગામ ચારે દિશાએથી પાકી સડકોથી તાલુકા મથક સાથે જોડાયેલ છે. ધાર્મિક સ્થળો અને ગામની વિવિધ જગ્યાએ બ્લોક અને બેસવા માટે બાંકડા મુકવામાં આવ્યા છે. ગામમાં બેંક અને એ.ટી.એમની સુવિધા છે.

સમરસ દૂધ મંડળી, સમરસ સેવા મંડળી પશુપાલકો અને ખેડૂતો માટે કાર્યરત છે. આ મંડળી સંચાલીત એ.ટી.એમ દ્વારા ૨૪ કલાક મીનરલ પાણીની સુવિધા ગ્રામજનોને ખુબ જ ઓછા ભાવે મળે છે. વિશેષમાં ગ્રામ પંચાયતની બાજુમાં પ્રાકૃતિક ખેતીની જાણકારી આપવા માટે મોડલ ફાર્મ ઊભું કરવામાં આવ્યું છે. જેમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે જેના થકી ગ્રામજનોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ આવે. ખેડૂતો આ ખેતી અપનાવી પર્યાવરણ અને સ્વાસ્થ્ય સુધારણામાં સહભાગી બને તે માટે ગ્રામ પંચાયત પ્રયત્નશીલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *