ઊંઝા તાલુકાના ઉનાવા ગામે આવેલ હુસૈની ગેસ્ટ હાઉસ પાસે બહારના ભાગે ખુલ્લામાંથી અજાણ્યો પુરુષની લાશ મળી આવતા ઉનાવા પોલીસે તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ ઊંઝા તાલુકાના ઉનાવા ગામે આવેલ હુસૈની ગેસ્ટ હાઉસ પાસે ખુલ્લી જગ્યામાં અજાણ્યો પુરુષ ઉવ 45 થી 50ની બિનવારસી હાલતમાં મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી. જોકે પીએમ બાદ રુદયરોગના હુમલાને કારણે મરણ ગયેલાનું જણાઈ આવે છે. જે અજાણ્યા પુરુષની ઓળખ થયેલ ન હોઈ તેમજ તેના વાલી વારસ બાબતે તપાસ કરતા મળી આવેલ ન હોઈ જે અજાણ્યા પુરુષ ઈસમે શરીરે કાળા કલરનો આંખી બાયનો શર્ટ તથા કમરે કાળા કલરની નાઇટી પહેરેલ છે. આ બનાવ સંદર્ભે ઉનાવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- May 27, 2025
0
466
Less than a minute
You can share this post!
editor

