વિજલાઈનના વાયરો ઝાડીઓ ફસાયેલા પડી રહ્યા છે નજેરે; ડીસા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં યુજીવીસીએલ કામગીરી નિષ્ફળ જોવા મળી રહી છે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને ટુંક સમયમાં ચોમાસાની શરૂઆત થવાની છે ત્યારે ઝેરડા યુજીવીસીએલ કચેરીના અધિકારીઓ હજુપણ કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે બાઈવાડા સબ સ્ટેશનમાથી પ્રસાર થતી વિજ લાઈનમાં છેલ્લા કેટલાક રાત્રે દરમિયાન વિજળી ડુલ થતાં અંધારાપટ છવાઈ રહ્યો છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં વિજળી ગુલ થતાં બાઈવાડા થેરવાડા જાવલ સહિતનાં ગામોમાં વીજળીના ધાંધિયા જોવા મળી રહ્યો છે જ્યોતિગ્રામ યોજનામાં સામેલ હોવા છતાં યુજીવીસીએલ કચેરીમાં સ્ટાફના અભાવે ગ્રામજનોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જ્યારે ઝેરડા યુજીવીસીએલ કચેરીના વિસ્તારમાં આજેપણ વિજ વાયરો ઝાડીઓમાં છુપાયેલ નજરે પડી રહ્યા છે. કેટલીક જગ્યાએ વિજ વાયરો લટકેલી હાલતમાં નજરે પડી રહ્યા છે અને યુજીવીસીએલ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે જ્યારે અરજદારોની રજુઆતો પણ સાંભરતા ના હોય તેવું સ્થાનિકો દ્વારા આક્ષેપો લગાવીરહ્યા છે.
જ્યારે એકતરફ સરકાર દ્વારા ૨૪ કલાક વિજળી આપ. વામાં આવતી હોવાની બણગાં ફૂંકી રહ્યા છે ત્યારે બાઈવાડા સબ સ્ટેશનમાંથી પ્રસાર થતી વિજ લાઈનમાં ધનપુરા. ઘાડા.અર્બુદા જે વાય ફિલ્ડ વિજ ધાંધિયા જોવા મળી રહ્યા છે ત્યારે કેટલાંક કર્મચારીઓ દ્વારા પુરતો સ્ટાફના હોવાના કારણે મુશ્કેલી પડી રહી હોવાનું કહી દોષનો ટોપલો સરકાપર ઢોળી રહ્યા છે ત્યારે સત્ય હકીકત શું છે એ ભગવાન જાણે પરંતુ હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી અને આવનાર ચોમાસાની ઋતુમાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રિ-મોન્સુનની પ્લાનની કામગીરી સમયસર ન થાય તો ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને વધું મુશ્કેલલી ભોગવાના દિવસો આવશે તેમાં કોઈ નવાઈ નથી.