પાલનપુર વર્તુળ કચેરી અને આઈસી ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરાયું; ભાભર શહેરમાં વીજ બિલ બને તેના કરતાં વધુ વીજ વપરાશ થતો હતો. જેના કારણે શહેરમાં વીજ ચોરી થતી હોવાની બાતમી આધારે યુજીવીસીએલ દ્વારા સવારે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં પાલનપુર વર્તુળ કચેરી અને આઈસી ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતા વિવિધ વિસ્તારોમાંથી ૨૬ કનેક્શનોમાં વીજ ચોરી ઝડપાઈ હતી. વીજ ચેકીંગ ચાલુ થતાં વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. યુજીવીસીએલ દ્વારા ૨૬ વ્યક્તિને કુલ રૂપિયા ૪.૬૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

- January 24, 2025
0 88 Less than a minute
You can share this post!
editor