ચોમાસું ઋતુ દરમ્યાન વરસાદ અને વાવાઝોડામાં વીજ લાઈનમાં ફોલ્ટ થતાં હોય છે. જેના કારણે શોર્ટ લાગવાના બનાવો બને છે પણ લોકોમાં વીજ બાબતે જાગૃતિના અભાવે શોર્ટ લાગવાના બનાવો વધું બનતા હોય છે ત્યારે યુજીવીસીએલ દ્વારા વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે વીજ બાબતે લોકોમાં જાગૃતિ આવે તેવાં હેતુથી યુજીવીસીએલ રાધનપુર વિભાગીય કચેરી દ્વારા તા.૧/૬/૨૫ થી તા.૭/૬/૨૫ સુધી વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
જેના ભાગરૂપે ભાભર યુજીવીસીએલ શાખા દ્વારા વીજ સલામતી સપ્તાહની ઉજવણી રૂપે ભાભરના લોકોમાં વીજ બાબતે જાગૃતિ આવે તેવાં હેતુથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાભર યુજીવીસીએલ ઓફિસથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં બેનર સાથે ભાભર યુજીવીસીએલ નાયબ ઈજનેર જે.એસ. ચૌધરી, જુનિયર ઇજનેર આર. એ. ગોહિલ, તમામ ટેકનિકલ લાઈન સ્ટાફ અને કર્મચારીઓ જોડાયા હતા. આ રેલી યુજીવીસીએલ ભાભર દ્વારા કર્મચારીઓના હાથમાં રાખેલ બેનરોમાં લખ્યું હતું કે ઘરમાં પાક્કો અર્થિગ કરાવો, બાળકોને વીજ પ્રવાહ તેમજ સ્વીચ થી દુર રાખો, ભીના હાથે વીજ ઉપકરણો તથા સ્વીચને અડશો નહીં, થાંભલા કે તાણીયા સાથે પ્રાણીઓને ક્યારેય ન બાંધો જેવા બેનરો હાથમાં રાખી રેલી ભાભર ખાડીયા શેરીથી હાઈવે રોડ, વાવ રોડ થઈને માધવસીટી સુધી નીકળી હતી.