મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સબ જેલ નો વીડિયો બનાવેલ જે શિહોરી પોલીસને ધ્યાને આવતા તાત્કાલિક કાયદા નુ ભાન કરાવ્યું અને માફી પત્ર લખાવ્યુ હતું. પોલીસ ની કહેવત છે કે “કાયદા મા રહેશો તો ફાયદામાં રહેશો” સાવધાન ગુજરાત પોલીસની બાજ નજર થી નહી બચી શકો. ત્યારે હવે છેલ્લા ઘણા સમયથી યુવાનોને આકર્ષવા માટે સસ્તી પ્રસિદ્ધિ કરવામાં કાયદાનું પાલન નથી કરતા અને કોઈ પણ જગ્યાએ મોબાઈલ ફોન પર પોતાના વિડિયો બનાવી ને ફેસ બુક. ઇન્સ્ટાગ્રામ પર મોકલી આપે છે. ત્યારે હવે સાયબર ક્રાઇમ દ્વારા સુંદર રીતે આયોજન કરી ને આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે શિહોરી સબ જેલ નો ઇન્સ્ટાગ્રામ પર વાઈરલ વિડિયો સામે આવતાં શિહોરી પોલીસ દ્વારા માફી માંગાવી કાયદા નુ ભાન કરાવ્યું હતું.

- March 26, 2025
0
68
Less than a minute
You can share this post!
editor