કારના હપ્તા બાકી છે તેમ કહી બે યુવકો કારની લૂંટ કરી ફરાર : બન્ને આરોપી ને પોલીસે કાર સાથે દબોચ્યા

કારના હપ્તા બાકી છે તેમ કહી બે યુવકો કારની લૂંટ કરી ફરાર : બન્ને આરોપી ને પોલીસે કાર સાથે દબોચ્યા

વડગામ તાલુકાના વેસા અને નાવીસણા ગામ ના યુવકો નું કારસ્તાન, છાપી પોલીસે ગણતરી ના કલાકો માં ઝડપી પાડ્યા વડગામ તાલુકાના નાનોસણા ગામે શનિવાર સાંજે કાર લઈ ચા લેવા ગયેલ ઇસમ પાસે બે બાઇક સવારો આવી કારના લોનના હપ્તા બાકી છે તેમ કહી કાર ની લૂંટ કરી ફરાર થઇ જતા કાર માલીકની ફરિયાદ આધારે છાપી પોલીસે કાર તેમજ બાઇક સાથે બે યુવકો ને ગણતરી ના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ પાલનપુર ના લક્ષ્મીચંદ શંકરલાલ પટેલે વડગામ તાલુકાના નાનોસણા ગામે ખેતીની જમીન રાખેલ હતી જેનું લેવલિંગ નું કામ કરવા માટે યોગેશભાઈ રમેશભાઈ રોડ તેમજ ડ્રાઇવર ને શનિવાર સવારે જગ્યા ઉપર એર્ટીગા કાર લઈ મોકલ્યા હતા.દરમિયાન સાંજના સમયે નાનોસણા બસસ્ટેન્ડ ઉપર આવેલ ચાની લારી ઉપર ચા લેવા યોગેશભાઈ ગયા હતા.તે દરમિયાન બાઇક ઉપર બે યુવકો આવી કારની આસપાસ ફરી પૂછપરછ કરતા કહ્યું હતું કે અમે માસ ફાયનાન્સ માંથી આવીએ છીએ.આ કાર સિઝિંગ માં છે અને કારના હપ્તા બાકી છે તેમ કહી કારની ચાવી લઈ લીધી હતી.અને કહ્યું હતું કે ચાલો તમારા શેઠ જોડે જઈએ તેમ કહી યોગેશભાઈ ને કાર માંથી ઉતારી એક ઇસમે કાર ચલાવા લાગ્યો હતો જ્યારે યોગેશભાઈ ને બાઇક ઉપર બેસવા કહ્યું હતું પણ યોગેશભાઈ ચા લેવા નું કહેતા બાઇક ઉપર થી નચે ઉતરતા બીજો યુવક બાઇક લઈ નાસી છૂટ્યો હતો. જોકે કાર માલિક ને સમગ્ર ઘટના ની જાણ થતાં છાપી પોલિસ નો સંપર્ક કરતા છાપી પીઆઇ હીનાબેન વાઘેલા, પોકો સુરેશભાઈ સહિત ની ટિમ સતર્ક બની હ્યુમન સોર્શીસ તેમજ ટેક્નિકલ સર્વેલન્સની મદદ થી કારની લૂંટ કરનાર બે યુવકો ને કાર તેમજ ગુના માં વપરાયેલ બાઇક સાથે બન્ને આરોપીઓને ગણતરી ના કલાકો માં ઝડપી પાડી કારની લૂંટનો ભેદ ઉકેલયો હતો.

ઝડપાયેલા આરોપી ના નામ (૧) સાગર  બાબુભાઇ ગટાર રહે.નાવીસણા તા.વડગામ, (૨) રોહિતજી રમેશજી સોલંકી રહે.વેસા.તા. વડગામ

લૂંટની નવી મોડ્સ ઓપરેન્ડી: વડગામના નાવીસણા ગામે કારની લૂંટ કરવામાં નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવી છે. ફાયનાન્સ કંપની ના હપ્તા બાકી છે તેમ કહી વાહન સિઝિંગ માં છે. તેમ કહી કારની લૂંટ કરવામાં આવી હતી. આ ઘટના ને લઈ લોકો સતર્ક રહે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *