પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના છમીછા ખાતેથી એક વષૅ અગાઉ થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલી બે લબર મુછીયા યુવાનોને ચાણસ્મા પોલીસે ઝડપી અનડીટેકટ ગુનો શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું.
આ બાબતે મળતી માહિતી મુજબ મિલ્કત વિરૂધ્ધના બનતા ગુનાઓ શોધી કાઢવા સારૂ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ આર.એચસોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળી આવેલ કે ચાણસ્મા હાઇવે પોલીસ ચોકી આગળ રોડ ઉપરથી બાઈક લઇ નીકળનાર બે લબર મુછીયા યુવાનો છે જે બાઈક તેઓએ છળકપટ કે ચોરી કરેલ છે જે હકીકત આધારે હાઇવે ચોકી આગળ ટીમે વોચ ગોઠવી હકીકત મુજબના ઇસમો મોટર સાઇકલ લઇને આવતાં બંને ઇસમોને ઉભા રખાવી બાઈક બાબતે પોકેટ કોપમાં સર્ચ કરતાં ઉપરોક્ત બાઈક આશરે એક વર્ષ અગાઉ ચાણસ્મા તાલુકાના છમીછા ગામેથી ચોરી થયેલ હોવાનુ જણાઇ આવતાં આરોપીઓને વધુ પુછપરછ કરતાં બાઈક ચાણસ્મા તાલુકાના છમીછા ગામેથી ચોરી કરેલાની કબુલાત કરતાં પોલીસે ફકીર નિયાજ મહેબુબશા અને સિપાઇ સમીર હબીબભાઇ રહે. બંને સમી.મફતપુરા વાળાને ચોરીના બાઈક સાથે ઝડપી ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

