દાઝેલા કામદારોને પ્રાથમિક સારવાર સિધ્ધપુર આપી વધુ સારવાર માટે મહેસાણા ખસેડાયા ; સિદ્ધપુર-પાટણ હાઈવે પર નેદરા-કનેસરા રોડ સ્થિત આતિશ ઇન્ડસ્ટ્રીઝમાં શુક્રવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફેક્ટરીના ATO મશીનમાં સિલિનિયમ ભૂકીની બોરીઓ ભરેલી હતી. આ બોરીઓને ટ્રકમાં ભરવા માટે જ્યારે મશીનનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે અચાનક આગ લાગી હતી. આ અકસ્માતમાં બે કામદારો દાઝી ગયા હતા. ઘટના બાદ ફેક્ટરીના કર્મચારીઓએ ફાયર સેફટીની બોટલોનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લીધી હતી.
દાઝી ગયેલા કામદારોમાં 50 વર્ષીય સરદારસિંહ કેસરીલાલ મીણા અને 25 વર્ષીય અજય પરમદેવ પાસવાનનો સમાવેશ થાય છે.બન્ને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને મહેસાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.