ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે ચોરીને અંજામ આપનાર મહિલાઓને શોધવા ચક્રો ગતિમાન બનાવ્યા; પાટણ જિલ્લાના સાંતલપુરમાં આવેલી સીયારામ કટલરી નામની દુકાન માં ધોળા દિવસે ચોરીની બની ઘટના બનતાં અને આ સમગ્ર ચોરી દુકાનના સીસીટીવી કેમેરા કેદ થઈ હોય દુકાન માલિક દ્રારા પોલીસ ને જાણ કરતાં પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ સાતલપુરમાં આવેલી સીયારામ કટલરી ની દુકાનમાં દુકાનદારને એક મહિલાએ વાતેવળાવી ને બીજી મહિલાએ ચોરીને અંજામ આપી અંદાજિત રૂપિયા 9,000 જેટલો કટલરી નો માલ સામાન ચોરી કરી પલાયન થઈ ગઈ હતી.જ્યારે આ બાબતે વેપારીને માલુમ પડતાં અને ચોરીની ધટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોય તેઓએ ધટનાની જાણ પોલીસને કરાતા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ચોર મહિલાઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. સાતલપુરમાં આવેલી સીયારામ કટલરીની દુકાનમાં ધોળા દિવસે દુકાનદારને મહિલા એ વાતે વાળી ચોરીની ધટના ને અંજામ આપ્યો હોવાની ઘટનાને પગલે સનસનાટી મચી જવા પામી હતી.