મધ્યપ્રદેશના રીવામાં, પોલીસની રેડ કોડ ટીમે બે શંકાસ્પદ યુવતીઓને પકડી પાડી છે, જે નકલી પોલીસ બનીને ફરતી હતી અને લોકો પાસેથી પૈસા પડાવી રહી હતી. સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાડલી લક્ષ્મી પથ પર આરોપી યુવતીઓ પોલીસના યુનિફોર્મમાં ગુંડાગીરી બતાવી રહી હતી. જ્યારે નકલી મહિલા પોલીસનો સામનો અસલી મહિલા પોલીસ સાથે થયો, ત્યારે તેઓ સવાલોથી ઘેરાઈ ગઈ ધરપકડ કરાયેલી યુવતીઓને જ્યારે પ્રશ્નો પૂછવામાં આવ્યા તો તેઓ યોગ્ય જવાબ પણ આપી શકી ન હતી.
રેડ કોડ ટીમે તરત જ બંનેની ધરપકડ કરી હતી અને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન લઈ આવી હતી, જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. બંને નકલી પોલીસ મહિલા અસલી પોલીસના સવાલોથી ઘેરાઈ ગઈ હતી અને તેમણે દરેક સવાલના જવાબ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. જ્યારે રેડ કોડ ટીમને મામલો શંકાસ્પદ લાગ્યો તો તેઓએ યુનિફોર્મમાં બંને યુવતીઓની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયા.