પીસીપીએનડીટી એકટના ભંગ બદલ કાયૅવાહી કરવામાં આવી છે : તાલુકા હેલ્થ ઓફિસર
પાટણ શહેરના સુભદ્રા નગરમાં આવેલ બ્લેસિંગ વુમન્સ હોસ્પિટલ ડૉ.ભદ્રેશ જે પંચીવાલા દ્રારા પીસી પીએનડીટી એક્ટ નાં કાયદાનો ભંગ કરતા હોવાની બાબતે તાલુકા હેલ્થ ઓફિસર પાટણ દ્વારા ડો.ભદ્રેશ પંચીવાલાને નોટિસ પાઠવી તાલુકા એડવાઈઝરી કમીટીમાં પીસી પીએનડીટી એક્ટ બાબત મુકતા કમિટી દ્વારા ડૉ.ભદ્રેશ જે પંચીવાલાનાં સોનોગ્રાફી મશીન સીલ કરવાં ભલામણ કરતા ટીમે સોમવારના રોજ ડોક્ટર ભદ્રેશ પંચીવાલાની હોસ્પિટલ ખાતેનાં બે સોનોગ્રાફી મશીનને 5 પંચો અને 2 સ્વતત્ર સાક્ષીની હાજરી માં સીલ કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું પાટણ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.અલ્કેશ ઍમ સોહલે જણાવ્યું હતું. પાટણ શહેરના સુભદ્રા નગર વિસ્તારમાં આવેલી ડોક્ટર ભદ્રેશ પંચીવાલાની હોસ્પિટલ ખાતે હાથ ધરાયેલી તપાસ ને લઇ અન્ય ડોકટરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.