સોમવારે રાત્રીનાં નવ વાગ્યાં નાં આરસા માં ચાણસ્મા તાલુકાનાં સેંધા ગામનાં જગદીભાઈ અમરતભાઈ દેસાઈ અને બેચરાજી તાલુકાનાં ખાભેલ ગામના સુહાગભાઈ હરગોવનભાઈ દેસાઈ સેંધા ગામે થી ક્રેટા ગાડી નંબર જી.જે ૨ ડીપી ૪૬૭૬ લઇ ખાભેલ ગામે સામાજિક કામે નીકળ્યા હતાં ત્યારે તેઓ ચાણસ્માના ધરમોડા ગામ નજીક આવતા કોઈ કારણસર કાર ચાલકે સ્ટીયરીગ પરનો કાબુ ગુમાવતા જોરદાર ધડાકા સાથે ગાડી માગૅ પર પલ્ટી મારી જતા ગાડી નો કચ્ચર ધાણ વળી જવા પામ્યો હતો.
અકસ્માત ની જાણ આજુબાજુ નાં લોકો ને થતા તેઓએ ધટના સ્થળે દોડી આવી ગાડી માં ઈજાગ્રસ્ત બન્ને ઈસમોને બહાર કાઢ્યા હતાં. પરંતુ ગંભીર ઈજાઓ નાં કારણે ગાડી માં સવાર બન્ને વ્યક્તિ ઓના કરુણ મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. અકસ્માત ની જાણ ચાણસ્મા પોલીસ ને કરાતા ચાણસ્મા પોલીસે ઘટના સ્થળે દોડી આવી બન્ને લાશો ને પીએમ માટે ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી બન્ને લાશોનુ પીએમ કરાવી તેના વારસદારોને સોંપી અકસ્માતે મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું ચાણસ્મા પોલીસે જણાવ્યું હતું.