હારીજ રાધનપુર હાઈવે માર્ગ પર ગત મોડી રાત્રે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમા બે લોકો ઈજાગ્રસ્ત બન્યા

હારીજ રાધનપુર હાઈવે માર્ગ પર ગત મોડી રાત્રે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમા બે લોકો ઈજાગ્રસ્ત બન્યા

પોલીસે ધટના સ્થળે પહોંચી આગળ ની કાર્યવાહી હાથ ધરી; મોડી રાત્રે  હારીજ-રાધનપુર હાઈવે પર CNG પેટ્રોલ પંપ નજીક સજૉયેલ ત્રિપલ અકસ્માતમા બે ઈસમો ઈજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે જોકે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થતાં અને બનાવની જાણ પોલીસ ને થતાં પોલીસે ધટના સ્થળે દોડી જઈને આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માત ની મળતી માહિતી મુજબ ગુરૂવારે મોડી રાત્રે રાધનપુર તરફથી આવી રહેલી એક કારે આગળ જતી બીજી કારને પાછળથી ટક્કર મારી હતી. ટક્કરના કારણે આગળની કાર રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા કન્ટેનર સાથે અથડાઈ હતી.આ ત્રિપલ અકસ્માતમાં કારમાં સવાર બે યુવાનોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી હારીજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હોય બનાવને પગલે પોલીસે ધટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *