વાવ થી 4 કી.મિ.ના અંતરે વાવડી ગામના પાટિયા પાસેથી પસાર થતી વિશાળ નર્મદા કેનાલમાં છેલ્લા બે દિવસથી બે નંદી ફસાઈ હતી. સતત 48 કલાકથી પાણીના પ્રવાહમાં ફસાયેલા બે નંદી મહારાજની સનાતન યુવક મંડળના મિત્રોને થતા મિત્રો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વાવડી ગ્રામજનોનો સહકાર મેળવી રેસ્ક્યુ કરી ગણતરીની મિનિટોમાં બહાર કાઢી ભૂખ્યા નંદી મહારાજને ઘાસ ખવરાવી એક માનવતાના ઉત્તમ ઉદાહરણને સાર્થક કરી બતાવ્યું હતું. સનાતન યુવક મંડળના મિત્રોની સરાહનીય કામગીરીને વાવડી ગ્રામજનોએ બીરદાવી હતી.
- July 15, 2025
0
557
Less than a minute
You can share this post!
editor

