ભાભરની ખોડા પાંજરાપોળમાંથી પશુ ચોરી કરતા બે ઈસમો ઝડપાયા

ભાભરની ખોડા પાંજરાપોળમાંથી પશુ ચોરી કરતા બે ઈસમો ઝડપાયા

ગત તા.૧૨ માર્ચના રોજ ભાભર નવા વિસ્તારમાં આવેલ ખોડા ઢોર પાંજરાપોળના મેઇન દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી પાંજરાપોળમાં રહેલ નાના પાડા નંગ ૪  (કિંમત આશરે ૯ હજાર) ની ચોરી કરી જીપડાલામા ભરી નાસવા જતાં ત્રણ ઈસમોને રાત્રીના સમયે લોકો જોઈ જતા બુમાબુમ કરી હતી. અને ચોર ઈસમો વિષ્ણુજી બબાજી ઠાકોર, શૈલેષજી રણછોડજી ઠાકોર અને ઝીલુજી ચુનાજી ઠાકોર (ત્રણેય રહે. અબાસણા તા.ભાભર) વિરુદ્ધ ભાભર પોલીસ મથકે શેઠ રમેશચંદ્ર મુકતીલાલે ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે ગણતરીના કલાકોમાં વિષ્ણુજી બબાજી ઠાકોર અને શૈલેષજી રણછોડજી ઠાકોરને ઝડપી પાડયા હતા. જ્યારે ઝીલુજી ચુનાજી ઠાકોર ફરાર હોઈ તેને પકડવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. પોલીસે પાડાઓને પાંજરાપોળ ખાતે મોકલાવેલ તેમજ રૂપિયા ૪ લાખનું જીપડાલુ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *