ફ્રોડ કરવા બેન્ક એકાઉન્ટ ભાડે કે કમિશન પર આપતા ગઠીયાઓ
મહેસાણા જિલ્લામાં સાયબર ફ્રોડ હવે સામાન્ય બની ગયું હોય તેમ દિન પ્રતિદિન લોકોના પૈસા એમના ખાતામાંથી અચાનક જ ગાયબ થઈ જતા હોય છે અને જ્યારે તેનો ખ્યાલ આવે છે ત્યારે તેઓ સાયબર ફ્રોડ નો શિકાર બની ચુક્યા હોય છે. તેવામાં મહેસાણા જીલ્લામાં સાયબર ક્રાઇમના બનાવોમાં એક નવી મોડેસઓપરેન્ડી સાથે ફ્રોડ કરવાના પેંતરા અજમાવવામાં આવ્યા છે જેમાં મહેસાણા જિલ્લામાં બનેલી ફ્રોડની ઘટનાઓમાં સાયબર ફ્રોડની રકમ મેળવવા સારૂ વપરાતા શંકાસ્પદ બેંક એકાઉન્ટની ઉંડાણ પૂર્વક તપાસ કરી એકાઉન્ટ ભાડે થી અથવા કમિશન ઉપર એકાઉન્ટ આપતા ખાતા ધારકોને શોધી કાઢી તેના ઉપર કાયદેસર કાર્યવાહી કરી એકાઉન્ટ ભાડેથી અથવા કમિશન ઉપર આપવાની જે ગેરકાયદેસરની પ્રવુતિ ફુલી ફાલી છે તેને નેસ્તોનાબુદ કરવા સારૂ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમ દ્વારા મહેસાણા જીલ્લાના સાયબર ક્રાઇમના ગુન્હાઓમાં સંડોવાયેલ શંકાસ્પદ બેંક એકાઉન્ટની વિગત NCCRP પોર્ટલ ઉપરથી મેળવી ઉંડાણ પુર્વક તપાસ કરતા હતા. તપાસ દરમ્યાન બંધન બેંકના એકાઉન્ટ નંબર-૧૦૧૯૦૦૦૮૪૩૩૬૪૦ ની તપાસ કરતાં તેના ઉપર ભારતના અલગ-અલગ રાજ્યમાં કુલ સાત NCCRP ફરીયાદ દાખલ થયેલ હોઈ જે બાબતે ઉંડાણમાં તપાસ કરતાં આ બેંક એકાઉન્ટ ઉનાવા એપીએમસીમાં રજીસ્ટર્ડ થયેલ હીતેશ ટ્રેડર્સ નામની પેઢીના માલીક હીતેશકુમાર મહેન્દ્રભાઈ રાવળનુ હોવાનું બહાર આવ્યું હતું, જેની તપાસ કરતાં આ પેઢી ઉનાવા એપીએમસી કમ્પાઉન્ડમાં કે એપીએમસી લાયસન્સમાં જણાવેલ સરનામે કાર્યરત જણાઈ આવેલ નહી અને બેંકનુ તારીખ:૦૧/૦૪/૨૦૨૪ થી ૦૫/૧૧/૨૦૨૫ સુધી ના કુલ ક્રેડીટ/ડેબીટ ટર્ન ઓવર જોતા કુલ ક્રેડીટ રૂ. ૮,૩૭,૩૨,૭૯૪/-તથા કુલ ડેબીટ રૂ. ૮,૫૩,૦૦,૦૦૦/- ના ટર્ન ઓવરના નાણાકીય વ્યવહારો કરેલ જેમાં સાયબર ફ્રોડના રૂ.૧,૧૧,૩૩૪/-સહીતની કેશ ચેકથી ઉપાડી લઈ પોતાના અંગત ઉપયોગમાં વાપરી ગુનો કરેલ છે. જે બાબતે એકાઉન્ટ ધારક તેમજ તેના ભાગીદારએ પોતાનું એકાઉન્ટ સાયબર ફ્રોડના ગુના આચરવા માટે ભાડે અથવા કમિશનથી ઉપયોગ કરવા માટે આપેલ હોઈ તેમની વિરૂધ્ધ સાયનર ફ્રોડનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવા માં આવેલ છે.
ઝડપાયેલ આરોપી
(૧) હીતેષકુમાર મહેન્દ્રભાઈ રાવળ રહે.ઉંઝા રોલ-એકાઉન્ટ હોલ્ડર તથા એકાઉન્ટ ભાડે આપનાર
(૨) પીયુષભાઈ કાન્તીભાઈ પટેલ રહે.ઉંઝા રોલ-એકાઉન્ટ ભાડે લેનાર તથા મૌખિક ભાગીદાર
આ બનાવ સંદર્ભે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા એક મહીનામાં કરવામાં આવેલ પ્રશંસનીય કામગીરી ઓનલાઈન ડીજીટલ એરેસ્ટના નામે નાણાકીય છેતરપિંડી કરી બેંક એકાઉન્ટમાં નાણા મેળવતી ગેંગના સભ્યોને ઝડપી પાડેલ જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ટેકનીકલ એનાલીસીસ કરી તપાસ કરતાં બેંક ખાતુ ફ્રીજ હોવાનુ તેમજ તે સબંધે નાસીક (મહારાષ્ટ્ર) સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે FIR નં. 0066/2025 BNS 318(4), 204,205,351 (2),351(3),3(5) IT Act-66C,66D મુજબ ગુન્હો રજી. થયેલ હોઇ બેંક એકાઉન્ટ હોલ્ડર –વીમળાબેન મોન્ટુભાઇ પઢીયાર રહે.દીયોદર નાઓની તપાસ કરી આ બનાવમાં સંકળાયેલ મોન્ટુભાઇ પઢીયાર રહે.દીયોદર તથા નીરવ વિષ્ણુભાઇ ચૌધરી રહે. વણાગલા તા. ઉંઝાની ગુન્હામાં સંડોવણી હોઇ હસ્તગત કરી વધુ તપાસ અર્થે નાસીક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીને સોપેલ છે.
જ્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ૧૧૨૦૯૦૮૦૨૫૦૦૦૭ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ કલમ- ૩૧૮(૨),૩૧૯(૨), ૬૧ તથા આઇ.ટી.એક્ટ -૬૬ સી ,૬૬ડી મુજબ તા.૧૫/૧૧/૨૦૨૫ ફરીયાદી હસમુખભાઇ છનાલાલ ભાવસાર ઉ.વ.૬૩ રહે.બી-૩૭ સાયોના સોસાયટી,દેત્રોજ રોડ, કડી તા.કડી જી.મહેસાણાને કોઇ અજાણ્યા વોટ્સએપ નંબર ૮૯૧૮૯૨૫૨૮૩ ના વપરાશ કર્તાએ ફરી.ને બેંક ઓફ બરોડાના લોગો વાળી લાઇફ સર્ટીફીકેટ વેરીફીકેશનની લીંક મોકલી વીડીયો કોલમાં ફરી.ને બેંક ઓફ બરોડા ના કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી ફરીયાદીને વિશ્વાસમાં લઇ કુલ રૂપીયા.૧૨,૯૨,૦૩૪/-નુ ફ્રોડ કરેલ જે બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલીક ઉંડાણપુર્વક તપાસ હાથધરી ફરીયાદી ને ૪૦૦૦૦૦/-રૂપિયા તાત્કાલીક ધોરણે ફરીયાદીને તેઓના એકાઉન્ટ માં રીફંડ કરાવેલ અને આ ફ્રોડના અન્ય રૂપિયા આઠ લાખ ભારત પેટ્રોલિયમના કાર્ડ ધારક નાઓએ પોતાના કાર્ડ માં ક્રેડીટમેળવી લઈ ભારત ભરના અલગ-અલગ ભારત પેટ્રોલિયમના ડીજલ પંપ ઉપર ડીઝલ ભરાવી લીધેલ હોય ક્રેડીટ કાર્ડ ધારક ની ઓળખ શોધી કાઢવામાં આવેલ છે આ બાબતે આગળ ની વધુ તપાસ ચાલુ છે જે બાબતે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરેલ છે.
Beta feature


