જગાણા પાસે ભેખડ ધસી જતા 2 શ્રમિકો દટાયા
ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે ખસેડાયા:1 ની હાલત ગંભીર
પાલનપુરના જગાણા નજીક ગેસની પાઇપ લાઈનની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા બે શ્રમિકો દટાયા હતા. જેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ માં ખસેડાયા હતા. જ્યાં એક શ્રમિકની હાલત નાજુક હોવાના અહેવાલ સાંપડ્યા છે.
જગાણા પાસે ગેસની પાઇપ લાઈનની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડી હોવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં સંજુ અને પાર્થ દત્તા નામના બે પર પ્રાંતીય શ્રમીકો માટીમાં દટાયા હતા. જે બંને ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં એક શ્રમિકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પાલનપુર સિવિલ હોસ્પિટલમાં હાલમાં બંને ની સારવાર શરૂ કરાઈ છે.