પાલનપુરથી કંડલા જતા નેશનલ હાઇવે ભીલડી એસબીઆઈ બેન્ક આગળ અર્ટીગા ગાડી ટ્રક સાથે ટકરાતા બેના મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી આલોકકુમાર રામબહાદુરલાલ શ્રીવાસ્તવ મુળ રહે-કોલા પો.પડરી બાજાર તા-સલેમપુર જી-દેવરીયા હાલ રહે.ગોરખપુર(ઉત્તર પ્રદેશ) તેમની માતા લાલપરીદેવી તેમજ પત્નિ અને બંન્ને દિકરીઓ સાથે કીડાણા તા.ગાંધીધામ અર્ટીગા નં.યુપી.૩ર.ડબલ્યુંએન૯૮૩૭ લઈને જઈ રહ્યા હતા તે દરમ્યાન બુધવાર રાત્રીના સવા બારેક વાગ્યાના અરસામાં પાલનપુરથી કંડલા જતા નેશનલ હાઇવે ઉપર ભીલડી ગામે એસબીઆઇ બેંક આગળ અર્ટીગા ગાડી ટ્રેઇલર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડીમાં સવાર તમામને વધતી ઓછી ઇજાઓ થયેલ છે.
જોકે, તેમની માતા લાલપરીદેવી રામબહાદુરલાલ શ્રીવાસ્રાવ ઉવ.૭૨ તથા દિકરી અવિકા ઉ.વ.૦૮ને ગંભીર ઈજાઓ થઈ હતી તે દરમ્યાન આજુબાજુમાંથી લોકો ઘટના સ્થળે દોડી આવી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ભીલડી સીએચસી ખાતે લઈ ગયેલ અને ત્યાંથી વધુ સારવાર માટે ડીસા સીવીલ હોસ્પીટલ ખાતે લઈ ગયેલ જ્યાં સારવાર દરમ્યાન લાલપરીદેવી તથા અવિકાનાઓને હાજર તબીબે મૃત જાહેર કરેલ આં અંગે અજાણ્યા ટ્રેઇલર(ટ્રક)ના ચાલક વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી હતી.