પાટણ પાલિકાની ફાયર બ્રિગેડ ટીમ સહિત ૧૦૮ ધટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો; પાટણ શહેરના ચાણસ્મા હાઇવે રોડ પર ગદોસણ ગામના હાઇવે પર રહેતા પટણી સુરેશભાઈ કાંતિભાઈ બગીવાળા ના ડેલામાં અગમ્ય કારણોસર સાંજે આગ ભભૂકી ઉઠતાં ડેલામાં પાકૅ કરેલ ડીજે સિસ્ટમ વાળા બે આઈસર આગની લપેટમાં ભડભડ સળગી ઉઠતાં અફડાતફડી મચી જવા પામી હતી. બનાવની જાણ પાટણ 108 અને પાલિકાના ફાયર બ્રિગેડને થતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી પાણી નો મારો ચલાવી મહામુસીબતે આગ પર કાબુ મેળવ્યો હતો.
આ આગની ઘટનામાં પટ્ટણી સુરેશભાઈ ના ડીજે સિસ્ટમ વાળા આઈસર સળગી જતાં મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.તો આગ ઈલેક્ટ્રીક શોટૅ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા જેઓને પાલિકા ના ફાયર ઓફિસર સ્નેહલભાઈ મોદી અને ૧૦૮ની ટીમ દ્વારા દુર કરવાની ફરજ પડી હતી.