સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં મંગળવારે મોડી સાંજે એક ગંભીર ઘટના સામે આવી છે. પિલુદ્રા-સાંપડ રોડ પર રેતી ભરેલા ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ બે રેતી ભરેલા ડમ્પરમાં આગ લગાવી દીધી હતી અને અન્ય ત્રણ ડમ્પરમાં વ્યાપક તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગની ગંભીરતાને જોતાં હિંમતનગરથી ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી, જેમણે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI આર.આર.દેસાઈના જણાવ્યા મુજબ, ઈજાગ્રસ્ત ચારેય વ્યક્તિઓને પ્રાંતિજ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના અંગે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે પિલુદ્રા-સાંપડ રોડ પર રેતીના ડમ્પરોની સતત અવરજવર રહે છે અને રોડની સ્થિતિ પણ બિસ્માર છે, જે અકસ્માતનું મુખ્ય કારણ બની શકે છે.

- February 13, 2025
0 221 Less than a minute
You can share this post!
editor