ધાનેરા-થરાદ હાઈવે પર બે કાર સામસામે ટકરાતા ત્રણને ગંભીર ઈજા

ધાનેરા-થરાદ હાઈવે પર બે કાર સામસામે ટકરાતા ત્રણને ગંભીર ઈજા

ધાનેરા-થરાદ હાઈવે પર ગઈકાલે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે કાર સામસામે ટકરાતા આ દુર્ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તરત જ નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે બન્ને કારના ફરચા અને દરવાજા ઉડી ગયા હતા. ટક્કર પછી એક કાર સીધા જ રેલ નદીના ઓવરબ્રિજના રેલિંગ પર ચડી ગઈ હતી. ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ જમાઈ ગઈ હતી અને તાત્કાલિક પોલીસ તથા એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. સદનસીબે કારમાં બેઠેલા તમામ લોકોને સામાન્ય ઇજાઓ થઈ હતી અને મોટા નુકસાનથી બચાવ થયો છે. અકસ્માતના કારણે ધાનેરા-થરાદ હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસના દખલ બાદ પુનઃ પૂર્વવત કરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા અકસ્માતના સાચા કારણોની તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *