એસઓજીની સતર્કતાથી રાજકોટમાંથી બે બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાયા

એસઓજીની સતર્કતાથી રાજકોટમાંથી બે બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાયા

26મી જાન્યુઆરી પહેલા જ રૂરલ એસઓજીની સતર્કતાથી રાજકોટ જિલ્લાના પડધરીમાંથી બે બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાયા છે. સોહીલહુસેન અને રિપોન હુસેન જિલ્લાના પડધરી ખાતે ભાડાની ઓરડીમાં રહેતા હતા. પ્લાસ્ટિક કંપનીમાં મજૂરી કરતા હતા. બે મહિના પહેલા બોમ્બરા બોર્ડરથી એજન્ટ મારફતે જંગલના રસ્તેથી ભારતમાં ઘુસ્યા હતા, કોલકાતાના બોંગાથી હાવડા એક્સપ્રેસમાં અમદાવાદ અને ત્યાંથી રાજકોટ આવ્યા હતા.

રાજકોટ ગ્રામ્ય એએચટીયુના પીઆઇ એમ. જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ હેડ.કોન્સ. પેટ્રોલીગમાં હતા ત્યારે બંન્ને પોલીસ કર્મચારીને હકિકત મળેલ. તે આધારે એસઓજી શાખાના પીઆઇ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.સી.મિયાત્રા અને તેની ટીમે પડધરી તાલુકાના રંગપર ગામના પાટીયા પાસે મારૂતી સોસાયટી બ્લોક નં.3માં તપાસ કરતા બે બાંગ્લાદેશી ઘુસણખોર મળી આવેલ. બંનેએ પોતાના નામ (1) સોહિલહુસેન યાકુબઅલી (ઉવ.30 મુળ વતન મોનીરામપુર જોસર થાના મોનીરાપુર જી.જોસર રાજધાની ઢાંકા, બાંગ્લાદેશ) (2) રીપોનહુસેન અમીરૂલઇસ્લામ (ઉવ.28 મુળ વતન મોનીરામપુર જોસર થાના મોનીરાપુર જી.જોસર રાજધાની ઢાંકા, બાંગ્લાદેશ) હોવાનું જણાવેલ. અહીં તેઓ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામના પાટીયા પાસે મારૂતિ સોસાયટી ભુપત ભરવાડના મકાનમાં ભાડેથી રહેતા હતા.

બંનેની ઉંડાણપુર્વક પુછપરછ કરતાં તેઓ પાસે ભારતીય નાગરિક તરીકેનો આધાર પુરાવાઓ નહી હોવાનું જણાવતાં અને તેઓ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી અહીયાં આવેલ હોવાનું જણાવતા નજર કેદ કરવામાં આવેલ અને બંને હાલ મજૂરી કરવા આવ્યા હોવાનું જણાવે છે પણ તેઓ કોઈ ગુન્હાહીત દેશ વિરોધી પ્રવૃતિ સાથે સંકળાયેલ છે કે કેમ? બંનેએ ભારતમાં ખરેખર ક્યાં હેતુથી ઘુસણખોરી કરેલ છે. તે દિશામાં તપાસ ચાલું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *