પાટણમાં મેઘરાજાની એન્ટ્રી વચ્ચે વિજળી પડતા એક યુવાન સહિત બે પશુના મોત નીપજ્યા

પાટણમાં મેઘરાજાની એન્ટ્રી વચ્ચે વિજળી પડતા એક યુવાન સહિત બે પશુના મોત નીપજ્યા

શહેરની પદ્મ કુટીર પાસેથી પસાર થતી સિંચાઈ વિભાગની કેનાલમા ગાબડું પડ્યું

પાટણ શહેરમાં ગુરુવારે સવારે વિજળીના કડાકા ભડાકા સાથે સુસવાટા બંધ પવનની વચ્ચે પડેલા મુશળધાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિમૉણ થવા પામ્યું હતું. તો રેલવેનું પ્રથમ ગરનાળુ પાણીમાં ગરક થતા લોકો મુશકેલીમા મુકાયા હતાં.શહેર સમીપ આવેલા માડોત્રી બસ સ્ટેન્ડ નજીક વરસાદના કારણે ઉભેલા અલ્પેશજી જાલમજી ઠાકોર ઉવ.25 રહે. ધનાવાડા તા.સિધ્ધપુરવાળા ઉપર વિજળી પડતાં તેનું ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બે ભેસના પણ વિજળી પડવાથી મોત નિપજ્યા હતા. શહેરના પ્રગતિ મેદાનમાં વર્ષો જુનું ઘટાદાર લીમડાનું ઝાડ પણ સુસવાટા બંધ પવન અને મુશળધાર વરસાદ ના કારુ ધરાશાયી બન્યુ હતું.

જોકે બાજુમાં આવેલ બી.એમ.સ્કૂલ ના વિધાર્થીઓ કે રાહદારીઓ આ સમયે હાજર ન હોય જાનહાનિ ટળી હતી.વરસાદના કારણે શહેરના આનંદ સરોવર, પદ્મનાથ ચોકડી, માહી તેમજ યામી પેટ્રોલ પંપની સામે પદ્મકુટીર પાસેથી પસાર થતી સિંચાઈની કેનાલમા ગાબડું પડ્તા પાલિકા પ્રમુખ સહિતની ટીમે તાત્કાલિક વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ સિચાઈ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી તેઓની સાથે જરૂરી પરામર્શ કરી સિચાઈ વિભાગના અધિકારીઓને ગાબડાનું તાત્કાલિક મરામત કામ કરવા સુચિત કરવામાં આવ્યાં હતાં.

પાટણ શહેરમાં ગુરુવારની સવારે પડેલ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે અંદાજીત 2 ઈચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું હવામાન વિભાગના સુત્રો એ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *