થરાદ પોલીસે ચૂડમેર ગામની નર્મદા કેનાલ પાસે વિદેશી દારૂની ભરેલી સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી 564 બિયર ટીન જપ્ત કર્યા હતા આ બિયર ટીનની કિંમત રૂ.1,25,080 નો જથ્થો કબજે લીધો હતો.થરાદ પોલીસે બાતમીના આધારે ચુડમેર ગામની સીમમાં નાકાબંધી કરી હતી. દરમિયાન કાંકરેજના વાલપુરાના સાગરભાઈ તલાભાઈ ઠાકોર અને ગાંધીનગરના માણસા તાલુકાના આજોલના રામસિંહ હંસાજી ઠાકોર કારમાં વિદેશી દારૂના 564 બિયર ટીન સાથે ઝડપાઇ જવા પામ્યા હતા. પોલીસ દ્વવારા રૂ. 3 લાખની સ્વિફ્ટ ડિઝાયર કાર જપ્ત કરી હતી. પાયલોટિંગ માટે વપરાયેલ રૂ. 50,000નું મોટરસાયકલ તથા ચાર એન્ડ્રોઇડ મોબાઇલ અને એક આધાર કાર્ડ સહિત કુલ રૂ. 4,94,080નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.ભાભરના સુથાર નેસડીના બે આરોપીઓ પરેશભારથી માનસુંગભારથી ગૌસ્વામી અને પિયુષભાઈ ઠાકરશીભાઈ ઠાકોર ફરાર થઈ ગયા છે. થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

- May 13, 2025
0
164
Less than a minute
You can share this post!
editor