અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે દેશનિકાલ ફ્લાઇટ્સ શરૂ કરી દીધી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વનું સૌથી મોટું દેશનિકાલ અભિયાન શરૂ કર્યું છે. અમેરિકન વિમાનોએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં પાછા મોકલવા માટે ફ્લાઇટ્સ શરૂ કરી દીધી છે. ટ્રમ્પે કહ્યું કે આ બધા ભયંકર ગુનેગારો છે જે આપણા દેશમાં ઘૂસ્યા છે, જેમને અમે બહાર કાઢી રહ્યા છીએ.
અમેરિકામાંથી ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની દુનિયાની સૌથી મોટી ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યાના માત્ર ચાર જ દિવસમાં, દેશે લશ્કરી વિમાનનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે દેશનિકાલ ફ્લાઇટ્સ શરૂ કરી દીધી છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સામૂહિક દેશનિકાલ એ ટ્રમ્પના અભિયાનના મુખ્ય ચૂંટણી વચનોમાંનું એક છે.
Just as he promised, President Trump is sending a strong message to the world: those who enter the United States illegally will face serious consequences. pic.twitter.com/yqgtF1RX6K
— The White House (@WhiteHouse) January 24, 2025
ટ્રમ્પે પદના શપથ લેતાની સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પછી, એક સૂચના જારી કરવામાં આવી છે કે ભવિષ્યમાં બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સથી જન્મેલા બાળકોને અમેરિકાના નાગરિક ગણવામાં આવશે નહીં. સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું કે તેના બે વિમાનોએ યુએસથી ગ્વાટેમાલા સુધી દેશનિકાલની ફ્લાઇટ્સ ચલાવી હતી. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલીન લેવિટે બાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે ટ્રમ્પની સરહદી નીતિઓ પહેલાથી જ 538 ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સની ધરપકડ કરી ચૂકી છે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડ્વાઈટ આઈઝનહોવર પછી પ્રથમ વખત લશ્કરી વિમાનનો ઉપયોગ કરીને દેશનિકાલની ફ્લાઈટ્સ શરૂ થઈ છે.