ટ્રમ્પને કોર્ટનો ઝટકો; આડેધડ ઇમિગ્રેશન ધરપકડની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા આદેશ

ટ્રમ્પને કોર્ટનો ઝટકો; આડેધડ ઇમિગ્રેશન ધરપકડની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા આદેશ

ઇમિગ્રેશન કેસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાના એક ફેડરલ જજે ટ્રમ્પ વહીવટીતંત્રને લોસ એન્જલસ સહિત કેલિફોર્નિયાના સાત કાઉન્ટીઓમાં આડેધડ ઇમિગ્રેશન ધરપકડો અને કાર્યવાહી તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ સ્થળાંતર અધિકાર સંગઠનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ આવ્યો છે, જેમાં વહીવટીતંત્ર પર વંશીય ભેદભાવનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કોર્ટનો આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે ફેડરલ ઇમિગ્રેશન અધિકારીઓએ ગુરુવારે કેલિફોર્નિયામાં બે ગાંજાના ખેતરોમાં દરોડા પાડ્યા હતા અને દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા શંકાસ્પદ 200 લોકોની ધરપકડ કરી હતી. આ દરમિયાન એક વ્યક્તિનું મોત પણ થયું હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક રહેવાસીઓ અને કાર્યકરોએ સ્થળ પર આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *